GSET પ્રમાણપત્રની ખરાઈ
(GSET લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકે નિમણુંક કરતા પહેલા ભરતી કરનાર સંસ્થાએ કરવાની રહેશે.)
GSET લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકે નિમણુંક કરવાના હેતુથી, GSET પ્રમાણપત્રની અધિકૃતતાની ચકાસણી કરવા ઇચ્છુક, ગુજરાત રાજ્યની યુનિવર્સિટી અથવા સરકારી/સંલગ્ન/ખાનગી કોલેજ એ નીચેના સરનામે ગુજરાત SET એજન્સી ઑફિસ, વડોદરાને સંપર્ક કરવાનો રહેશે;
- મેમ્બર સેક્રેટરી
ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET)
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
B - બ્લોક, "ચમેલી બાગ", યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે,
પ્રા. સી. સી. મેહતા રોડ રોડ, પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨
GSET પ્રમાણપત્ર ખરાઈની અરજીની નોંધણી નિમ્નલિખિત રીતે મોકલીને કરવી;
- યુનિવર્સિટી અથવા સરકારી / સંલગ્ન / ખાનગી કોલેજના લેટરહેડ પર ઉમેદવારની ટેબ્યુલર ફોર્મેટમાં નીચેની વિગતો સાથે કવરિંગ લેટર
તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવો |
GSET પરીક્ષા તારીખ | રજીસ્ટ્રેશન નંબર | રોલ નંબર | નામ |
GSET પરીક્ષા માં દર્શાવેલ વિષય |
GSET પરીક્ષામાં દર્શાવેલ કેટેગરી / જાતિ |
ભરતી / નિમણુંક માટે દર્શાવેલ વિષય | ભરતી / નિમણુંક માટે દર્શાવેલ કેટેગરી / જાતિ |
| | | |
|
|
| |
- GSET પ્રમાણપત્રની ખરાઈ જરૂરી હોય તેવા ઉમેદવારના નીચેના દસ્તાવેજોની ફોટો (ઝેરોક્સ) નકલો:
- GSET ઈ-પ્રમાણપત્ર
- અનુસ્નાતક (માસ્ટર્સ) ડિગ્રી પ્રમાણપત્ર અને તમામ વર્ષ/સેમેસ્ટરની માર્કશીટ
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ જાતિ પ્રમાણપત્ર (SC/ST/SEBC માટે) (જો લાગુ હોય તો)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ નવીનતમ નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર (SEBC માટે) (જો લાગુ હોય તો)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ આર્થિક રીતે નબળા વિભાગો (GEN-EWS માટે) માટેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ શારીરિક / દૃષ્ટિની વિકલાંગનું તબીબી પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- GSET પ્રમાણપત્ર ખરાઈ વિનંતી યુનિવર્સિટી અથવા સરકારી / સંલગ્ન / ખાનગી કોલેજ એ હાર્ડ કોપીમાં ઉપરોક્ત ઓફિસને સંબોધિત કરી સ્પીડ-પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટ/કુરિયર દ્વારા જ મોકલવી.
- GSET પ્રમાણપત્ર ખરાઈ માટે ઉમેદવારે જાતે અથવા અન્ય કોઈ એ પણ ગુજરાત SET એજન્સી ઑફિસ, વડોદરા ખાતે રૂબરૂ આવવું નહીં.
- GSET પ્રમાણપત્ર ખરાઈ માટે કોઈ ફી અથવા પ્રોસેસિંગ શુલ્ક લાગુ પડતા નથી.