ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

સુસ્વાગતમ

ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) એજન્સી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા , વડોદરાને મધ્યવર્તી એજન્સી તરીકે વર્ષ ૨૦૦૨ થી વ્યાખ્યાતા / અધ્યાપક સહાયક માટે ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, નવી દિલ્હી દ્વારા માન્યતા આપવામાં આવેલ છે.

યુજીસી-નેટ બ્યુરો દ્વારા નિયત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરતાં , GSET એજન્સી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા આધારિત પસંદગી માટે સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ કરવા આવે છે. હાલમાં GSET પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં અગિયાર (૧૧) કેન્દ્રો પર અને તેત્રીસ (૩૩) વિષયોમાં આયોજન કરવામાં આવે છે.

પરીક્ષાનું જાહેરનામું, મોડેલ / અગાઉના પ્રશ્નપત્રો, અભ્યાસક્રમ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, જવાબોની કૂંજી અને પરિણામો, ઑનલાઇન આવેદનપત્ર નોંધણી, પરીક્ષાલક્ષી વિગતો અને સૂચના અંગેની તમામ માહિતી અમારી વેબસાઈટ http://www.gujaratset.ac.in મારફતે ઉપલબ્ધ કરવામાં આવે છે. GSET માં ઉત્તિર્ણ થયેલા હોય એવા ઉમેદવારોની, માત્ર ગુજરાત રાજ્યમાં આવેલ યુનિવર્સિટી / કોલેજ / સંસ્થાઓ (સરકારી / ખાનગી / સરકારી મદદથી) માં, વ્યાખ્યાતા / અધ્યાપક સહાયક તરીકે નિમણુંક, સંબંધિત સંસ્થા દ્વારા સંબંધિત સંસ્થાના નિયમો અને નિયમનોને આધિન રહીને કરવામાં આવશે. GSETમાં ઉત્તિર્ણ ઉમેદવાર માટે એનાયત પ્રમાણપત્ર આજીવન માન્ય રહશે.

તાજેતર ના સમાચાર

  • GSET 2023 નું ઇ-પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને જરૂરી દસ્તાવેજો અપલોડ અને ચકાસણી પછી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે.
  • તમામ ઉમેદવારો કે જેમની માસ્ટર ડિગ્રી હજી પૂર્ણ થયેલ નથી, તેઓ તેમના અંતિમ વર્ષ / સેમેસ્ટરની માર્કશીટ અપલોડ અને ચકાસણી (GSET દ્વારા) કર્યા બાદ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.
  • GSET દ્વારા દસ્તાવેજની ચકાસણી દસ્તાવેજ અપલોડ થયાના ૨૮ કાર્યકારી દિવસોમાં કરવામાં આવશે.
GSET ૨૦૨૩ પરિણામ
GSET પરીક્ષા તારીખ
૨૬ નવેમ્બર ૨૦૨૩


પરીણામ જુઓ અને
ફાઇનલ આન્સર કી ડાઉનલોડ
ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા બાદ કોઈપણ પ્રમાણપત્ર / દસ્તાવેજ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહીં..

૧૭ મી ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ, ૨૬ નવેમ્બર ૨૦૨૨ માટેની પ્રોવિઝનલ આન્સર કી, ઉમેદવારોના પ્રતિભાવો/વાંધા અરજી મેળવવા માટે તા. ૨૮.૧૧.૨૦૨૩ થી ૧૨.૧૨.૨૦૨૩ સુધી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. ઉમેદવારો પાસેથી મળેલ પ્રોવિઝનલ આન્સર કી સામેના પ્રતિભાવો/વાંધા અરજીની વિષયના નિષ્ણાતો દ્વારા કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવી. નિષ્ણાતોની ભલામણોના આધારે અંતિમ આન્સર કી તૈયાર કરવામાં આવી. આન્સર કી માટે GSET એજન્સીનો નિર્ણય આખરી રહેશે અને પરિણામ અંતિમ આન્સર કીના આધારે જાહેર કરવામાં આવેલ છે અને પરિણામ જાહેર થયા પછી આન્સર કી(ઓ) ના સંબંધમાં કોઈ ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.