GSET પરીક્ષાનું પરીણામ જાહેર કર્યા પછી તુરંત તમામ ઉમેદવારોના GSETની પરીક્ષામાં મેળવેલ ગુણ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર અપલોડ કરવામાં આવશે. આ સિવાય કોઇ પણ પાસ કે નાપાસ થનાર ઉમેદવાર ને કોઇપણ પ્રકારનું ગુણપત્રક આપવામાં આવશે નહીં.
GSET 2017 પછી, ગુજરાત SET પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારની ઈ-પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા માટે તેમના ઈ-સર્ટિફિકેટ પર QR- કોડ આપવામાં આવેલ છે. QR-કોડના સ્કેનિંગ આઉટપુટ પરથી ઉમેદવારની વિગતો જેમ કે નામ, વિષય, કેટેગરી, મેળવેલા ગુણ વગેરે ચકાસી શકાય છે. QR-કોડ સ્કેનિંગ આઉટપુટ સત્તાવાર માર્કશીટ નથી, તેથી તે માહિતીનો ઈ-પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા સિવાય ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે અને તે કોઈપણ પ્રકારના વિશ્લેષણ અથવા મેરિટ માટે અધિકૃત ગણાશે નહીં.