ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ, ૧૬ નવેમ્બર ૨૦૨૫ માટેની પ્રોવિઝનલ આન્સર કી, ઉમેદવારોના પ્રતિભાવો/વાંધા અરજી મેળવવા માટે તા. ૧૮.૧૧.૨૦૨૫ થી ૨૫.૧૧.૨૦૨૫ સુધી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. ઉમેદવારો પાસેથી મળેલ પ્રોવિઝનલ આન્સર કી સામેના પ્રતિભાવો/વાંધા અરજીની વિષયના નિષ્ણાતો દ્વારા કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવી. નિષ્ણાતોની ભલામણોના આધારે અંતિમ આન્સર કી તૈયાર કરવામાં આવી. આન્સર કી માટે GSET એજન્સીનો નિર્ણય આખરી રહેશે અને પરિણામ અંતિમ આન્સર કીના આધારે જાહેર કરવામાં આવે છે અને પરિણામ જાહેર થયા પછી આન્સર કી(ઓ) ના સંબંધમાં કોઈ ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
રવિવાર, ૧૬ નવેમ્બર ૨૦૨૫ ના રોજ યોજાયેલ GSET ૨૦૨૫ નું પરિણામ ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.
GSET ૨૦૨૫ નું ઇ-સર્ટિફિકેટ વેબસાઇટ પર ૨૮-૦૨-૨૦૨૬ પછી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
GSET 2025 ના પ્રશ્નપત્રો અને અંતિમ આન્સર કી પહેલાથી જ પરિણામો સાથે જાહેર કરવામાં આવ્યા છે અને વેબસાઇટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.