ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

પરીક્ષાનું માળખું અને પદ્ધતિ

  • અસ્વીકરણ:"પરીક્ષાનું માળખું અને પદ્ધતિ" અને "પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ"નો અનુવાદ ફ્ક્ત સરળ સમજુતી મળે તે માટે કરવામાં આવેલ છે અને તેના અનુવાદ / ગુજરાતી વર્ઝનમાં કોઈ વિસંગતતા જણાય તેવા સંજોગોમાં વેબસાઇટ પરનું અંગ્રેજી વર્ઝન અંતિમ અને માન્ય રાખવામા આવશે.
  • GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે:
    પેપર ગુણ પ્રશ્નો ની સંખ્યા સમયગાળો સમય
    ૧૦૦ ૫૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
    તમામ ફરજિયાત
    3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦) ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)
    ૨૦૦ ૧૦૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
    તમામ ફરજિયાત
    ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)
  • પેપર - ૧માં ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે. પેપર - ૧ સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર - ૧નો હેતુ ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો છે.
  • પેપર - ૨ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.
  • બન્ને પેપર ના પ્રશ્નો(ભાષા અને વિજ્ઞાન ના વિષયો સિવાય ના) ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે. ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. પેપર - ૧ અને પેપર - ૨ ના કોઇ પ્રશ્નમાં અનુવાદ અંગે કોઇ વિવાદ /મતભેદ જણાય તો અંગ્રેજી વર્ઝન યોગ્ય ગણાશે.
  • ઉમેદવારોએ પેપર - ૧ અને પેપર - ૨ ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical Mark Reader(OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે.
  • ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.
  • ઉમેદવાર બન્ને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઇ ઉમેદવાર પેપર -૧ ની પરીક્ષા ન આપે તો તે પેપર - ૨ ની પરીક્ષા આપી શકે નહીં.
  • ઉમેદવારે પેપર - ૧ અને પેપર - ૨ ની ઓરીજીનલ OMR જવાબવહી પરીક્ષાખંડ છોડતાં પહેલાં નિરીક્ષકને પરત કરી દેવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર - ૧ અને પેપર - ૨ ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે.
  • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકન / પુન: ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.
  • દિવ્યાંગ ઉમેદવારો માટેની જોગવાઈ
  • દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો માટે પેપર - ૧ માટે અલગથી ૨૦ મિનિટનો અને પેપર - ૨ માટે ૪૦ મિનિટનો વધારનો સમય આપવામાં આવશે. દૃશ્યાત્મક દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષામાં લહિયાની(રાઇટર) સુવિધા આપવામાં આવશે. લહિયો(રાઇટર) કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહી હોય. લહિયાની(રાઇટર) સુવિધા લીધી હોય કે ન લીધી હોય, તમામ દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો વધારાના સમયની સુવિધા આપવામાં આવશે.
  • દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો માટે બ્રેઇલમાં પ્રશ્ન પુસ્તિકાઓની કોઈ જોગવાઈ નથી.
  • જાતે પોતાના હાથે ન લખી શકે એવા શારીરિક દિવ્યાંગ ઉમેદવારો (PH - Physically Handicapped ) ઉપર મુજબના લહિયાની સુવિધા મેળવી શકશે પરંતુ વધારાનો સમય મળશે નહીં. વધારાનો સમય કે લહિયાની સુવિધા અન્ય શારીરિક દિવ્યાંગ(PH) ઉમેદવારોને આપવામાં આવશે નહીં.
  • Syllabus of GSET Examination
  • ગુજરાત સેટ (GSET)ની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC / CSIR- NETને સમકક્ષ રહેશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. GSET એજન્સી, વડોદરા કોઇપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહી.
  • વિજ્ઞાનના વિષયો જેમ કે, મેથેમેટીકલ સાયન્સીસ, ફીઝીકલ સાયન્સીસ, કેમીકલ સાયન્સીસ, લાઇફ સાયન્સીસ, અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ CSIR - NET ને સમકક્ષ જ રહેશે. પરંતુ પરીક્ષા પદ્ધતિ UGC - NET સમકક્ષ રહેશે. એ સિવાયના બધા વિષયોનો અભ્યાસક્રમ UGC - NET ને સમકક્ષ જ રહેશે.
  • પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ
    આમાં નીચે મુજબનાં પગલાંનો સમાવેશ કરવામાં આવશે:
  • પગલું - ૧ : આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારોની સંખ્યા (કુલ સ્લૉટ્સ) GSET નાં બંને પેપર્સની પરીક્ષા માં હાજર રહેલા હોય તેવા ઉમેદવારોના 6% જેટલા હશે.
  • પગલું - ૨ : ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરી કુલ સ્લોટને વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવશે.
  • પગલું - ૩ : આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવિષ્ટ થવા ઉમેદવારે બન્ને પેપરની પરીક્ષા આપી હોય તથા General (Unreserved) / General-EWS કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% કુલ ગુણ અને આરક્ષિત વર્ગોના, એટલે કે SC, ST, SEBC(NON - Creamy Layer) તથા PWD (PH/VH), થર્ડ જેન્ડર ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% કુલ ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • પગલું - ૪ : કોઈ પણ વિષયમાં કોઈ ચોક્કસ કેટેગરી માટે ક્વોલિફાઈ જાહેર કરી શકાય તેવા ઉમેદવારોની સંખ્યાની ગણતરી નીચે દર્શાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે:

    અનુસૂચિત જાતિ (SC) માટે વિષય "અર્થશાસ્ત્ર" (ધારો કે) માં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે ઉત્તીર્ણ જાહેર કરી શકાય તેવા કુલ ઉમેદવારોની સંખ્યા

    વિષય "અર્થશાસ્ત્ર" માટે અનુસૂચિત જાતિ (SC)ના જેમણે બંને પેપર્સના મળીને કુલ ગુણમાં ઓછામાં ઓછા ૩૫% કુલ ગુણ મેળવ્યા હોય એવા ઉમેદવારોની સંખ્યા

    (×)

    પગલું - ૨ મુજબ અનુસૂચિત જાતિ (SC)માટેના કુલ સ્લોટ્સ

    (÷)

    તમામ વિષયો માટે અનુસૂચિત જાતિ (SC)ના જેમણે બંને પેપર્સના મળીને ઓછામાં ઓછા ૩૫% કુલ ગુણ મેળવ્યા હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા

    આ ઉદાહરણમાં, કુલ સ્લોટ્સની સંખ્યાને અનુરૂપ બે પેપર્સની કુલ ટકાવારી, અનુસૂચિત જાતિ (SC) માટે વિષય 'અર્થશાસ્ત્ર' માં અધ્યાપક સહાયકની લાયકાત માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ નક્કી કરશે.
  • આ પ્રકારની સમાન ફાળવણીની પ્રક્રિયા તમામ વિષયો અને અનામત / બીન અનામત વર્ગો માટે વપરાય છે.
  • એ બાબતની ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ કાર્યપધ્ધતિ અને માપદંડ અંતિમ અને બંધનકર્તા રહેશે.