ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

ડુપ્લિકેટ GSET પ્રમાણપત્ર

જો કોઇ ઉમેદવારથી પોતાનું GSET દ્વારા આપેલ પ્રમાણપત્ર પરત ન મેળવી શકાય તે રીતે ખોવાઇ જાય, તો મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET)ને રુ.૫૦૦/- (પાંચસો રુપિયા) ફી સહિત અરજી કરી , ઉમેદવાર પોતાનું ડુપ્લિકેટ GSET પ્રમાણપત્ર મેળવી શક્શે.

ડુપ્લિકેટ GSET પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી સાથે નીચે જ્ણાવેલ દસ્તાવેજોનું બિડાણ કરવું આવશ્યક છે.
  • કોઇ પણ રાષ્ટ્રક્રુત બેન્ક માંથી કરાવેલ, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET) ના નામે, વડોદરા પેયેબલ, રુ.૫૦૦/- ( પાંચસો રુપિયા) નો ડીમાન્ડ્ ડ્રાફ્ટ્.
  • GSET પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો હોય તો ) અથવા ઉમેદવારનો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દર્શાવતો કોઇ દસ્તાવેજી પુરાવો.
  • GSET દ્વારા આપેલ પ્રમાણપત્ર પરત ન મેળવી શકાય તે રીતે ખોવાઈ ગયેલ હોવાનું રૂ .100 ના સ્ટેમ્પ પેપર પર પબ્લિક નોટરી / ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત એફિડેવિટ.