ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

પરીક્ષા ફી

રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ       -      General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ      -       SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે
રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ      -       PWD(PH/VH) ઉમેદવારો માટે


  • ચુકવણીની પદ્ધતિ
  • ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટ :www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે.
  • ફી ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
  • પગલું-૨ માં GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને Eazypay Transaction ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.
  • ઉમેદવારે ફી ભાર્યાની પાવતી ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવી.
  • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ , મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
  • પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વિગેરે.. એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.