ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

GSET વિશે

  • પરીચય

    ભારત સરકારે ૨૨ મી જુલાઇ ૧૯૮૮ના પગારધોરણ સુધારણા વિશેના જાહેરનામામાં સૂચવેલું કે અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક પામવા ઉમેદવાર, નક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટીમાં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. UGC એ અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા બનવા માટેના પ્રથમ પગથિયા તરીકે રાજ્યોના શિક્ષણ સચિવો અને ઉચ્ચશિક્ષણના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવીને આ કસોટીનો આરંભ કરવાની ભલામણ કરી છે.

    આ ઉદ્દેશથી UGC દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) અને અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા ની યોગ્યતા માટે ૨૪મી ડિસેમ્બર ૧૯૮૯ અને ૨૯મી એપ્રિલ ૧૯૯૦ ના રોજ વિવિધ ભાષાઓ સહિતની માનવવિદ્યાઓ અને સમાજવિજ્ઞાનોના વિષયની કસોટીનું આયોજન કર્યું છે. CSIR દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) અને અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા ની યોગ્યતા માટે ૩૧મી ડિસેમ્બર ૧૯૮૯ના રોજ જોઇન્ટ UGC - CSIR કસોટીનું આયોજન કરવામાં આવ્યું. આ કસોટીનું સમયાંતરે UGC દ્વારા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને પૂછવામાં આવ્યું કે તેઓ સ્વતંત્રપણે અન્ય કોઇ કસોટી નું આયોજન કરશે કે UGC / CSIR ની કસોટીનો અમલ કરશે. જો તેઓ UGC અને CSIR સમકક્ષ પોતાની કસોટી લેવાનો વિકલ્પ સ્વીકારે તો એ કસોટીને UGC દ્વારા માન્યાતા મેળવેલ હોવી જોઇએ. ૨૫મી મે ૧૯૯૦ ના રોજ યોજયેલ મીટીંગમાં કમિશને રાજ્ય સરકારની સમિતિઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જેનું આયોજન થવાનું છે તે અધિકૃત કસોટીના આયોજન માટે UGC કમિટિની રચના કરવાનું નક્કી કર્યું. આ કમિટિને U-CAT નામ આપવામાં આવ્યું.

    UGC અને UGC - CSIR દ્વારા આયોજિત કસોટી નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (NET) તરીકે ઓળખાય છે અને આ કસોટીને સમકક્ષ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (SET) તરીકે ઓળખવામાં આવી. SET ના આયોજન માટે સૈધ્ધાંતિક રીતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે MIS-1092-NEW-10 તા. ૩૧.૮.૧૯૯૮ ના પત્રક્રમાંકથી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું.

  • ગુજરાત રાજ્યનાપ્રતિનિધિ

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનાં જાહેરનામા પત્રક્રમાંક MIS-1092-NEW-10kh તા. ૧૫.૫.૨૦૦૦માં ગુજરાત રાજ્યમાં SET નું આયોજન કરવા માટે આરંભની પ્રક્રિયાને ગતિમાન કરી.

    ગુજરાત રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા માટેની સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન કરવા ગુજરાત રાજ્ય સરકારે ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા ની નિમણુંક કરી અને GSET નું આયોજન અને સંચાલન કરવાની સંપૂર્ણ સત્તા સોંપી.

  • અધ્યાપક સહાયક

    આ સંદર્ભમાં સમજણપૂર્વક ધ્યાનમાં રાખવાની બાબત છે કે યુનિવર્સિટી / કોલેજમાં અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણૂંક પામવા માટે ઉમેદવારે UGC અને પસંદગી સમિતિ દ્વારા નક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર માત્ર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણૂંક માટે લાયક ગણાશે , જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) માટે નહીં.

    જુન ૨૦૦૨ પછી જાહેર થયેલ UGC ના આદેશ મુજબ, ઉમેદવાર જે રાજ્યની SET માં ઉત્તિર્ણ થયેલ હશે માત્ર એ જ રાજ્યની યુનિવર્સિટી / કોલેજ માં અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક ને પાત્ર ગણાશે.