English

::::: પરીક્ષા ફી :::::


રૂ. ૮૦૦/-       -      General / Other Backward Classes (OBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
રૂ. ૭૦૦/-       -       SC / ST / PH / VH ઉમેદવારો માટે

  • ફી જમા કરાવવાની પદ્ધતિ
    • ઉમેદવારને ફી ભરવા માટે Computerised Bank Challan કે જે ત્રણ ભાગ માં (Bank 's કોપી , GSET 's કોપી , અને Candidate 's કોપી) તૈયાર કરી ડાઉનલોડ કરી લેવા સૂચન આપવામાં આવે છે.
    • બેંક ચલણના ત્રણેય ભાગ, પરીક્ષા ફી, બેંક ઓફ બરોડા ની કોઇપણ શાખામાં, જમા કરાવવી.
    • ઉમેદવારો GSET ની વેબસાઇટ પરથી ઓનલાઇન રજીસ્ટર અને ચલન ડાઉનલોડ કર્યા પછી ના આગામી કાર્યકારી દિવસે બેન્ક ઓફ બરોડામાં જરૂરી ફી ની ચુકવણી કરી શકશે.
    • બેંક ચલણના ત્રણ ભાગમાંથી એક ભાગ બેંક પોતાની પાસે રાખશે અને બાકી ના બે ભાગ ઉમેદવારને પરત આપશે.
    • ઉમેદવારે બેંક ચલણ માંથી GSET copy અને Candidate's Copy લખેલ ભાગ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
    • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા પહેલાં ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, બેંક ચલણ કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહી.
    • ઉમેદવારે GSETમાં ઉત્તીર્ણ થયા બાદ પ્રમાણપત્રોની ચકાસણી વખતે, ઓંનલાઇન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપી સાથે બેંક ચલણનો GSET copy લખેલ ભાગ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ને ફરજિયાત જમા કરાવવાનું રહેશે.
    • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ , મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
    • ફી એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.

Disclaimer: In case of any discrepancy in Gujarati version of this website, English version should be taken as final. વેબસાઇટના ગુજરાતી વર્ઝનમાં કોઈ વિસંગતતા જણાય તેવા સંજોગોમાં વેબસાઇટનું અંગ્રેજી વર્ઝન અંતિમ અને માન્ય રાખવામા આવશે.