તાજેતરના સમાચાર

૧૨મી ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટનુ ૨૭ મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું...NEW

::::: પરીક્ષા ફી :::::રૂ. ૮૦૦/-       -      General / Other Backward Classes (OBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
રૂ. ૭૦૦/-       -       SC / ST / PH / VH ઉમેદવારો માટે

  • ફી જમા કરાવવાની પદ્ધતિ
  • ઉમેદવારને ફી ભરવા માટે Computerised Bank Challan કે જે ત્રણ ભાગ માં (Bank 's કોપી , GSET 's કોપી , અને Candidate 's કોપી) તૈયાર કરી ડાઉનલોડ કરી લેવા સૂચન આપવામાં આવે છે.
  • બેંક ચલણના ત્રણેય ભાગ, પરીક્ષા ફી, બેંક ઓફ બરોડા ની કોઇપણ શાખામાં, જમા કરાવવી.
  • ઉમેદવારો GSET ની વેબસાઇટ પરથી ઓનલાઇન રજીસ્ટર અને ચલન ડાઉનલોડ કર્યા પછી ના આગામી કાર્યકારી દિવસે બેન્ક ઓફ બરોડામાં જરૂરી ફી ની ચુકવણી કરી શકશે.
  • બેંક ચલણના ત્રણ ભાગમાંથી એક ભાગ બેંક પોતાની પાસે રાખશે અને બાકી ના બે ભાગ ઉમેદવારને પરત આપશે.
  • ઉમેદવારે બેંક ચલણ માંથી GSET copy અને Candidate's Copy લખેલ ભાગ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
  • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા પહેલાં ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, બેંક ચલણ કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહી.
  • ઉમેદવારે GSETમાં ઉત્તીર્ણ થયા બાદ પ્રમાણપત્રોની ચકાસણી વખતે, ઓંનલાઇન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપી સાથે બેંક ચલણનો GSET copy લખેલ ભાગ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ને ફરજિયાત જમા કરાવવાનું રહેશે.
  • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ , મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
  • ફી એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.