તાજેતરના સમાચાર

૧૨મી ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટનુ ૨૭ મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું...NEW

::::: પરીક્ષા માટે અરજી કેવી રીતે કરશો ? ( અરજી માત્ર ઓનલાઇન જ કરી શકાશે ) :::::


 • ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતાં પહેલાં અને જમા કરાવતા પહેલાં "શૈક્ષણિક લાયકાત" વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ તથા દૈનિક વર્તમાનપત્રો(છાપાં) અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝ વગેરેમાં પ્રકાશિત જાહેરાત / જાહેરનામા નો ધ્યાનપુર્વક અભ્યાસ કરવો.
 • પરીક્ષા આપવા ઇચ્છા ધરાવતા ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર આપેલ લીન્ક "REGISTER ONLINE FOR GSET EXAM" પર ક્લિક કરી ત્યાં દર્શાવેલ સુચનાઓ અનુસાર અરજી કરવી.
 • ઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો JPEG ફોર્મેટમાં, 140 X 160 પિક્સલ ડાયમેન્સનમાં હોવો જોઇએ તથા તેની ફાઇલ સાઇઝ 100kbથી ઓછી હોવી જોઇએ.
 • ઓનલાઇન અરજી ફોર્મ ભરવા ઉમેદવારે GSET વેબસાઇટની મુલાકાત લેવી. ઓનલાઇન અરજી ફોર્મ પર ખાસ સાવચેતી રાખી બધી જ માગેલ માહિતી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સ્ક્રિન પર આવતી માહિતીને અનુસરવૂં. તમારુ નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, શારીરિક અથવા દ્રષ્ટીની વિકલાંગતા, ફી, પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો કારણકે એકવાર ફોર્મ જમા કરાવ્યા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહીં જેને કારણે થતા ફાયદા કે ગેરફાયદા માટે GSET Agency જવાબદાર રહેશે નહી.
 • આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ એપ્લિકેશન ફોર્મ તથા કંપ્યુટરાઇઝડ બેન્ક ચલણ ની પ્રિન્ટઆઉટ માત્ર A-4 સાઇઝ ના પેપરમાં જ લેવી. ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
 • ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પરીક્ષા ફી ભરવા માટે કંપ્યુટરાઇઝડ બેન્ક ચલણ તૈયાર કરી લીધા બાદ, ઉમેદવારો GSET વેબસાઇટ પર થી ઓનલાઇન રજીસ્ટ્રેશન અને કંપ્યુટરાઇઝડ બેન્ક ચલણ તૈયાર કર્યાના આગામી કાર્યકારી દિવસે બેંક ઓફ બરોડા ની કોઇપણ શાખામાં આવશ્યક પરીક્ષા ફી ની ચુકવણી કરી શકશે.
 • GSET પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને કમ્પ્યુટરાઇઝ્ડ બેંક ચલન તૈયાર કરી આવશ્યક ફી ભરવી બંને ફરજીયાત છે. અન્ય કોઇ પણ રીતે ભરેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
 • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાંડ ડ્રાફ્ટ, મની ઓર્ડર, ચેક, પે ઓર્ડર કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
 • તકનીકી કારણોસર કે અન્ય કોઈ કારણોસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવાર નો અપલોડ કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર ન દેખાય / છપાય, તો ઉમેદવારે તરત જ પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો E - Mail : gujaratset@gmail.com પર મોકલી આપવો.
 • ઉમેદવારે પરીક્ષાના દિવસે હોલ ટિકીટ સાથે ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ ની પ્રિન્ટ કોપી તથા અન્ય એક ફોટો ઓળખપત્ર લાવવું જરૂરી છે .
 • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા પહેલાં ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, બેંક ચલણ કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહી.
 • ઉમેદવારે GSETમાં ઉત્તીર્ણ થયા બાદ પ્રમાણપત્રોની ચકાસણી વખતે, ઓંનલાઇન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, અસલ હૉલ ટિકિટ અને બેંક ચલણનો GSET copy લખેલ ભાગ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ને ફરજિયાત જમા કરાવવાનું રહેશે.
 • GSET એજન્સી દ્વારા પરીક્ષા આપવા માટે અંતિમપણે સ્વીકારાયેલા ઉમેદવારોની યાદી, અરજી પત્રક જમા કરાવવા માટે નિયત કરેલ અંતિમ તારીખનાં 10 દિવસ બાદ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને આ યાદીમાં પોતાનું નામ ન હોવા સહિત પોતાની વિગત અથવા અન્ય કોઈપણ વિસંગતતા જણાય તો તેઓ આ યાદી જાહેર થયાના ૫ દિવસની અંદર અંદર GSETના ઈમેઈલ: gujaratset@gmail.com પર GSET ઓફીસ, વડોદરા નો સંપર્ક કરી સુધારો કરાવી શકાશે.
 • નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી આ બાબતે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.
 • ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના / તેણીના ઓનલાઇન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે એ એમ સૂચિત નથી થતુ કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે . GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે પછી જ તેમની અરજીમાં દર્શાવેલ પરીક્ષા માટેની લાયકાત પુરવાર કરનારા તમામ પ્રકારના પ્રમાણપત્રો તથા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ અંતિમ માનવામાં આવશે આવશે. જો કોઇ કારણસર, કોઇપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત(બિન ઇરાદાર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભુલ સહિત ) જણાશે તો GSET દ્વારા તે ઉમેદવારને અનુત્તિર્ણ ( not-qualified ) જાહેર કરી અને એવોર્ડ / પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે.
 • ઉમેદવારને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલાં અનુકૂળ સમયમાં ભરી દેવું. GSET નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં.