તાજેતરના સમાચાર

૧૨મી ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટનુ ૨૭ મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું...NEW

::::: પરીક્ષા પદ્ધતિ :::::


 • GSET પરીક્ષામાં કુલ ત્રણ પેપર લેવામાં આવશે. ત્રણેય પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા અલગ અલગ બે ભાગ(સત્ર) માં લેવામાં આવશે.
  સત્ર પેપર ગુણ પ્રશ્નો ની સંખ્યા સમય
  પ્રથમ ૧૦૦ ૬૦ બહુવૈકલ્પિક પ્રશ્નો કે જેમાંથી ૫૦ બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. ૦૯.૩૦ a.m. થી ૧૦.૪૫ a.m
  પ્રથમ ૧૦૦ ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) ૧૧.૦૦ a.m. થી ૧૨.૧૫ p.m
  દ્વિતિય ૧૫૦ ૭૫ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) ૦૨.૦૦ p.m. થી ૦૪.૩૦ p.m.
 • પેપર - ૧ સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર - ૧માં ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો હેતુ છે. ઉમેદવારને ૬૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે જેમાંથી ઉમેદવારે ગમે તે ૫૦ પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. ઉમેદવારે ૫૦થી વધુ પ્રશ્નો ના જ્વાબ આપ્યા હોય તેવા સંજોગોમાં પ્રથમ ૫૦ પ્રશ્નો જ તપાસવામાં આવશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.
 • પેપર - ૨ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.
 • પેપર - ૩ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૭૫ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.
 • પેપર - ૨ અને પેપર - ૩ ના તમામ પ્રશ્નો ફરજિયાત છે અને તેમાં જે તે વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમ (including all electives, without option) ને આવરી લેવામાં આવશે.
 • ઉમેદવારોએ પેપર - ૧, પેપર - ૨ અને પેપર - ૩ ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical Mark Reader(OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે.
 • દૃશ્યાત્મક વિકલાંગ (VH - Visually Handicaped) ઉમેદવારો માટે પેપર - ૧ અને પેપર - ૨ માટે અલગથી ૨૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. પેપર - ૩ માટે ૫૦ મિનિટનો વધારનો સમય આપવામાં આવશે. દૃશ્યાત્મક વિકલાંગ ઉમેદવારોને પરીક્ષામાં લહિયાની(રાઇટર) સુવિધા આપવામાં આવશે. લહિયો(રાઇટર) કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહી હોય. જાતે પોતાના હાથે ન લખી શકે એવા શારીરિક વિકલાંગ ઉમેદવારો (PH - Physically Handicapped ) ને પણ ઉપર મુજબના લહિયાની સુવિધા આપવામાં આવશે. વધારાનો સમય કે લહિયાની સુવિધા અન્ય શારીરિક વિકલાંગ ઉમેદવારોને આપવામાં આવશે નહીં.
 • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકન નથી.
 • પરીક્ષાનો અભ્યાસક્રમ
 • ગુજરાત સેટ (GSET)ની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC / CSIR- NETને સમકક્ષ રહેશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. GSET એજન્સી, વડોદરા કોઇપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહી.
 • પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ
 • પેપર - ૧, પેપર - ૨ તથા પેપર - ૩ એમ ત્રણેયની પરીક્ષા આપેલ હોય તથા GENERAL કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% કુલ ગુણ મેળવેલ હોય અને આરક્ષિત વર્ગોના, એટલે કે SC, ST, OBC(NON - Creamy Layer) તથા PWD (PH/VH), ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% કુલ ગુણ મેળવેલ હોય, એવા ઉમેદવારોમાંથી પ્રથમ ૬% ઉમેદવારોને ગુજરાત સરકારની આરક્ષણ નીતિ અનુસરીને અધ્યાપક સહાયકની લાયકાત માટે લાયક ઠરાવવામાં આવશે.
 • એ બાબતની ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ કાર્યપધ્ધતિ અને માપદંડ અંતિમ અને તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.